Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના વસંતપુર, જામવાળી અને બાવળાને સૌની યોજનાનો લાભ આપવા માંગ

ગ્રામજનોમાં આક્રોશઃ આગામી સમયમાં આંદોલનના મંડાણઃ

જામનગર તા. ૧૮ઃ જામજોધપુર તાલુકાના વસંતપુર, જામવાળી તથા બાલવા વિસ્તારમાં સૌની યોજના પાણીનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કૃષિમંત્રી, સાંસદને રજુઆતો કરવા છતાં દાદ નહીં  મળતા હવે આંદોલનના મંડાણ થશે તેમ જાણવા મળે છે.

જામવાળી, બાલવા, વસંતપરના ગ્રામજનો પ્રતિનિધિઓને સૌની યોજનાનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. રાજ્યના કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્ય વગેરેને રજુઆતો છતા દાદ આપવામાં આવતી નથી. જામવાળીના રાજકીધાર તળાવમાં તથા વસંતપરના તળાવમાં પાણી ઠાલવવામાં આવે તો અનેક લોકોને લાભ મળી શકે. વાનાવડ, શિવા, કાટકોલા, જશાપર, મોટા કાલાવડ, સતાપર, વાંસજાળીયા વગેરે ગામની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળી રહે.

આ તળાવ નર્મદા મેઈનલાઈન (ખડબા-ઈશ્વરીયા રોડ)થી ચાર કિમી દૂર આવેલ છે. સરકારની ગાઈડ લાઈન મુજબ ૩ કિમી અંતર સુધીમાં આવેલા તળાવોને ભરવાના હોય છે  જો ખાસ કિસ્સામાં આ તળાવને ભરવાની મંજુરી આપવામાં આવે તો ખેડૂતો પણ લોકતળો આપી સહકાર આપશે. આથી સૌની યોજના અન્વયે તળાવો, ભરી દેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh