Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦ ટકા રકમ કોર્ટમાં જમા ન કરાવાઈઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના એક મહિલાને ચેક પરતના ત્રણ કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે અપીલ નોંધાવાઈ હતી. અદાલતે આરોપી મહિલાને ૨૦ ટકા રકમ જમા કરાવવા હુકમ કર્યાે હતો. તે રકમ જમા નહીં થતાં અદાલતે સજાના હુકમને સ્થગિત કરતો આદેશ કરી સજાનું વોરંટ ઈસ્યુ કર્યું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ પાસેથી રૂદોઢ લાખ શિતલબેન નયનભાઈ તન્નાએ હાથઉછીના મેળવી રૂ૫૦ હજારનો એક એવા ત્રણ ચેક આપ્યા હતા.
તે ત્રણેય ચેક બેંકમાંથી પરત ફરતા કિશોરસિંહે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી મહિલાને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપી મહિલાએ ઉપરની અદાલતમાં અપીલ કરી હતી.
તે અન્વયે અદાલતે ૨૦ ટકા રકમ જમા કરાવવા હુકમ કરી શરતોને આધીન જામીન આપ્યા હતા. હુકમની મુદ્દત સુધીમાં શિતલબેન તન્નાએ ૨૦ ટકા રકમ જમા નહીં કરાવતા અદાલતે સજાનો હુકમ સ્થગિતનો આદેશ રદ્દ કરી શિતલબેન સામે સજા વોરંટ કાઢવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial