Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી એપ્રિલથી થશે લાગુઃ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો
અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણીના નિયમો બદલાયા છે હવે દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. નવા નિયમના અમલ માટે તંત્ર સજજ છે. હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે તેમ જાણવા મળે છે.
આગામી તા. ૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે. સુત્રોના જણાવ્યા મુજબ દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઈપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજુ થતાં સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે આ જોગવાઈમાં જરૂરી સુધારા કરવાના હોવાથી નવી સૂચનાઓ રાજ્યની દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.
મહેસુલ વિભાગ દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તા. ૧ એપ્રિલથી દસ્તાવેજ નોંધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યના સબ રજીસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી દેવામાં આવી છે અને તા.૧ એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી તેનો અમલ ફરજિયાત કરાવવાનું જણાવાયું છે.
રાજ્યમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં મૂળ માલિકોને બદલે બેનામી મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજોની નોંધણી થવાની ઘટનાઓ ધ્યાને આવી હતી.
તંત્રને મોડે મોડે જ્ઞાન આવ્યું હતું અને આ અંગે બચાવ કર્યો હતો કે આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે નાણાં અને સમયનો વ્યય થતો હતો જેથી આવા બોગસ તેમજ બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સા નિવારવા માટે સુધારા કરવા જરૂરી હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial