Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યવસાય ચાલતો ન હોવાથી યુવાનનો ગળાટૂંપોઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના મહેશ્વરીનગરમાં રહેતા એક યુવાને પોતાનું ડ્રાઈવીંગનું કામ ચાલતું ન હોવાના કારણે ચિંતામાં ગરકાવ થયા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે જામવંથલી ગામમાં એક યુવતીએ પિતા પાસે નવો મોબાઈલ લઈ દેવાની માગણી કરી હતી અને પિતાએ ંહાલમાં પૈસા નથી તેમ કહેતા તે યુવતીએ ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી ફોરેસ્ટ ઓફિસ સામેના મહેશ્વરી નગરમાં ચંદ્રેશભાઈ ડાયાભાઈ પરમાર નામના પાંત્રીસ વર્ષના યુવાન ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હતા. તેઓનો બરાબર ચાલતો ન હોવાથી સતત ચિંતા કરતા ચંદ્રેશભાઈએ શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં એક પાઈપમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની ગઈકાલે સવારે તેમના પરિવારને જાણ થતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી ૧૦૮ના સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મુકેશભાઈ ગિરધરભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના જામ વંથલી ગામમાં રહેતા જયંતિલાલ ગાગજીભાઈ પરમાર નામના પ્રૌઢના પુત્રી નિર્મળાબેન (ઉ.વ.૨૦)એ શુક્રવારે પિતાને જણાવ્યું હતું કે, મારે નવો મોબાઈલ ખરીદવો છે ત્યારે ઈંટનો ભઠ્ઠો ચલાવતા પિતાએ હાલમાં પૈસા નથી અને માલ પણ વેચાણ વગર પડ્યો છે તેમ કહી પૈસાની સગવડ થાય ત્યારે મોબાઈલ લઈ દઈશ તેમ જણાવ્યું હતું.
પિતાની વાતથી માઠું લાગી આવતા નિર્મળાબેને શુક્રવારની રાત્રિથી શનિવારની સવાર સુધીમાં પોતાના ભઠ્ઠા પાસે આવેલા ઓરડામાં જઈ ચુંદડી વડે એંગલમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની શનિવારે સવારે પિતાને જાણ થતાં નિર્મળાબેનને નીચે ઉતારી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા જયંતિભાઈએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે ઉપરોક્ત બંને બનાવની તપાસ હાથ ધરી છે.