Advertisement
Author: નોબત સમાચાર

રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૮૮% મતો સાથે વ્લાદિમીર પુતિનનો વિજય

રશિયામાં સૌથી વધુ શાસન કરવાનો ૨૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી તા. ૧૮ઃ ભારતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે, જ્યારે રશિયામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે.

મીડિયા અહેવાલો મુજબ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ ૮૮ ટકા મતો સાથે શાનદાર જીત નોંધાવી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન ૮૭.૯૭ ટકા મતો સાથે રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન ૧૯૯૯ થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે.

નાદુરસ્ત તબિયતને કારણે, બોરિસ યેલતસિને ૧૯૯૯ માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. શુક્રવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય ચૂંટણી અત્યંત નિયંત્રિત વાતાવરણમાં યોજાઈ હતી. યુક્રેન યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનની જાહેર ટીકાને રશિયામાં મંજૂરી નથી. પુતિનના સૌથી કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નેવલનીનું ગયા મહિને આર્કટિક જેલમાં અવસાન થયું હતું. તેમના અન્ય ટીકાકારો કાં તો જેલમાં છે અથવા દેશનિકાલમાં છે.

૭૧ વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતાં, જેઓ ક્રેમલિનની નજીક હોવાનું કહેવાય છે. ત્રણેય તેમના ર૪ વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલા યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરવાનું ટાળ્યું હતું. જો કે પુતિનના હજારો વિરોધીઓએ મતદાન મથકો પર વિરોધ કર્યો હતો. યુનાઈટેડ સ્ટેટસે કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો મુકત હતી કે ન તો ન્યાયી. આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને ૬ વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કર્યો છે.

આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે. પુતિન ર૦૦ થી વધુ વર્ષોમાં રશિયામાં સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. રશિયાના ચૂંટણીપં,ના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૮૦ લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતાં.

શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો થયા હતા અને બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ  કરવામાં આવ્યો હતો. દરમિયાન, પ્રારંભિક પરિણામો પરથી એવું કહી શકાય કે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh