Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગેશ્વર પાર્કમાંથી બાઈકની ઉઠાંતરીઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના યોગેશ્વર પાર્કમાં રહેતા એક આસામીના સાળાનું મોટરસાયકલ શુક્રવારની રાત્રે ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત બ્રુક બોન્ડ મેદાન પાસે ભરાતી શનિવારી બજારમાંથી એક મહિલાનો મોબાઈલ સેરવાઈ ગયો છે.
જામનગરના પ્રભાતનગર વિસ્તાર પાસે આવેલા યોગેશ્વર પાર્ક-રમાં રહેતા લખુભાઇ હાલાભાઇ ચાંડપા ઉર્ફે રાજુભાઈ નામના આસામીએ ગઈ તા.૧૫ની રાત્રે પોતાના ઘર પાસે પોતાના સાળા મીઠાપુરના ખેંગારભાઈ હમીરભાઇ રાઠોડનું જીજે-૧૦-બીએમ ૫૧૪ નંબરનું રૂ૩૦ હજારની કિંમતનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું તે વાહન બીજા દિવસની સવાર સુધીમાં ત્યાંથી ચોરાઈ ગયું છે. સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરની પટેલ કોલોનીમાં શેરી નં.૩/૪માં વસવાટ કરતા હરેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ શનિવારે બપોરે બ્રુકબોન્ડ મેદાન પાસે ભરાયેલી ગુજરી બજારમાં ગયા હતા ત્યારે તેમના પત્નીનો રૂ૪ હજારની કિંમતનો એમઆઈ કંપનીનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial