Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા પામેલા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ગયા અપીલમાં

રૂ૧ કરોડ ૧૦ લાખના ચેક પરતની હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરના જાણીતા ઉદ્યોગપતિએ હિન્દી ફિલ્મ જગતના નિર્માતા રાજકુમાર સંતોષી સામે રૂ૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે ચેક પરતની સજા માટે ઠરાવેલી બે વર્ષની સજા ફટકારી બમણી રકમનો દંડ ભરવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે અપીલ માટે આજે રાજકુમાર સંતોષી જામનગર આવ્યા છે.

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી ફિલ્મના નિર્માણ માટે હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્માતા રાજકુમાર સંતોષીએ રૂ૧ કરોડ ૧૦ લાખ હાથ ઉછીના મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે ૧૧ ચેક આપ્યા હતા. તે તમામ ચેક પરત ફર્યાની અશોકભાઈ લાલે જામનગરની કોર્ટમાં એડવોકેટ પિયુષ ભોજાણી મારફતે ફરિયાદ નોંધાવી હતી.

તે કેસના ફાઈનલ હિયરીંગ પછી અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને ગઈ તા.૧૭ ફેબ્રુઆરીના દિને તક્સીરવાન ઠરાવી બે વર્ષની સજા ફટકારી હતી અને ચેકની બમણી રકમનો દંડ આપ્યો હતો. સજાના ઉપરોક્ત હુકમ સામે અપીલ નોંધાવવા માટે રાજકુમાર સંતોષી આજે ફરીથી જામનગર આવ્યા હતા.

આરોપીએ રજૂ કરેલી અપીલ અન્વયે કાયદા મુજબ તેણે રકમના ૨૦ ટકા રકમ અપીલ નોંધાવતી વખતે કોર્ટમાં જમા કરાવવાની રહેશે તે સહિતની કાનૂની પ્રક્રિયાઓ આજે અદાલતમાં કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh