Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી માટે
જામનગર તા. ૧૮ઃ લોકસભાની સામાન્ય ચૂંટણી -ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા. ૭-પ-ર૪ ના રોજ મતદાર યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે.
પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી એન.ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારીપત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ તા. ૬-૬-ર૦ર૪ સુધી કરવાનો રહેશે. જે જામનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમ સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ જામનગર જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial