Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારોને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી, લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો-૧૯૬૦ ના નિયમ ૧ અને ૭ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અને કફત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી માટે મામલતદાર-ર, કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકાની પરવાનગી લેવાની રહેશે. ૮૧ ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ખંભાળીયા અને ૮ર-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં સાઉડ સ્પીકર વગાડવાની મંજુરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારકાની પરવાનગી લેવાની રહેશે.
સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી કોઈપણ સંજોગોમાં રાત્રિના ૧૦ કલાકથી સવારના ૬ કલાક સુધી આપી શકાશે નહીં. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ આદેશ બહાર પાડી જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial