Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા બાયપાસ તથા પીપરટોડા પાસે સર્જાયેલા અકસ્માતમાં બેના મૃત્યુ

વાંકિયા પાસે આયશરની ઠોકરે અકસ્માત સર્જાયોઃ

જામનગર તા. ૧૮ઃ લાલપુરના પીપરટોડા પાસે ગયા ગુરૂવારે બે બાઈક ટકરાઈ પડ્યા હતા. જેમાં ગોરખડી ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર સામેના બાઈકચાલક સામે મૃતકના પુત્રએ ફરિયાદ કરી છે. શુક્રવારે રાત્રે ઠેબા બાયપાસ પાસે થયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે ધ્રોલના વાંકિયા પાસે આઈશરની ઠોકરથી બે મોટર ટકરાઈ પડી હતી.

જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના મનસુખભાઈ મેપાભાઈ ચાવડા (ઉ.વ.૩૯) નામના વૃદ્ધ ગયા ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્યે જામનગરથી જીજે-૧૦-સીક્યુ ૪૪૩૩ નંબરના મોટરસાયકલ માં ગોરખડી ગામ જવા રવાના થયા હતા.

તેઓ જ્યારે લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી ધસી આવેલા જીજે-૧૦-સીએફ ૨૮૮૦ નંબરના હીરો મોટર સાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો. કપાળમાં ઈજા તથા હેમરેજ થઈ જવાથી મનસુખભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ચિરાગ ચાવડાએ લાલપુર પોલીસ મથકમાં ૨૮૮૦ નંબરના મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા સુપર સીક્સ રેસ્ટોરન્ટ નજીકથી શુક્રવારે રાત્રે દસેક વાગ્યે એમપી-૪૫-ઝેડએ ૯૫૨૫ નંબરના મોટર સાયકલમાં મૂળ ઉત્તરપ્રદેશના જાંબુવા જિલ્લાના લલેશ ગાંડુભાઈ ડામોર તથા નાહરસિંગ જીતરાભાઈ ડામોર નામના યુવાનો જતા હતા. ઠેબા બાયપાસ પાસે ઝૂંપડામાં રહેતા આ યુવાનોમાંથી લલેશ ડામોર વાહન ચલાવી રહ્યા હતા. તેઓએ આગળ જતા કોઈ વાહનની પાછળ બાઈક ટકરાવી દેતા બંને વ્યક્તિ બાઈક પરથી ફંગોળાયા હતા. અકસ્માતમાં લલેશ ડામોરનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નાહરસિંગને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. પોલીસે તેના નિવેદન પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કની શેરી નં.૬માં રહેતા બાલાભાઈ જસાભાઈ ભાગીઆ ગઈકાલે બપોરે ધ્રોલના વાંકિયા ગામ પાસેથી જીજે-૩૬-એજે ૭૮૩૭ નંબરની મોટરમાં જતા હતા ત્યારે જીજે-૧૮-બીટી ૧૬૫૨ નંબરના આઈશરે તેઓને પાછળથી ટક્કર મારતા બાલાભાઈની મોટર આગળ જતી જીજે-૧૦-ડીજે ૮૩૩૧ નંબરની મોટરમાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં બંને મોટરમાં નુકસાન થયું છે. રેલવેમાં નોકરી કરતા બાલાભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આઈશરચાલક સામે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh