Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ચિલ્ડ્રન હોમમાં, નશામુકત ભારત અભિયાન વિષે જનજાગૃતિ સેમિનાર

નશાના કારણે આર્થિક, સામાજિક નુકસાનની માહિતી અપાઈઃ

ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ચિલ્ડ્રન હોમના પ્રાર્થના હોલમાં સખીમંડળની બહેનો અને મહિલા મંડળની બહેનો, માસ્ટર વોલ્યુનીયર સ્પેશ્યલ એડ્યુકેટર ઓ,સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, દિવ્યાંગજનો, બાળ વન સ્ટોપ સખી સેન્ટર, પીબીએસસી, ૧૮૧ના કર્મચારીઓ માટે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન અંતર્ગત નશામુકત ભારત અભિયાન વિષય પર એક દિવસીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરસીયા દ્વારા નશાના ગેરફાયદા, નશાના કારણે થતું આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાને નશામુકત કરવા આહવાન કર્યું હતું, તેમજ ભારત સરકારની નેશનલ એકશન પ્લાન ફોર ડ્રગ્સ ડિમાન્ડ રીડકશન સ્કિમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પ્રોબેશન ઓફિર વિવેકભાઈ દ્વારા નસાકારક પદાર્થો અને માદક દ્રવ્યોના દૂરઉપયોગના લીધે થતી શારીરિક, માનસિક, સામાજિક ખરાબ અસરો વિશે પર વ્યાખ્યાન આપવામાં આવ્યું અને નશામુક્તિ વિશેની ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. સેમિનારમાં બાળ સુરક્ષા, સમાજ સુરક્ષાની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશભાઈ, અધિક્ષક મેરૂભાઈ, દિવ્યાંગ સંસ્થાના અગ્રણીઓ પ્રવિણભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh