Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યે મંજુરી આપવા તંત્રને આપ્યું ૨૦ દિવસનું અલ્ટીમેટમ
દ્વારકા તા. ૨ઃ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટસ એક્ટિવીટી શરૃ કરવા ધારાસભ્ય ૫બુભા માણેકે તંત્રને મંજુરી આપવા તાકીદ કરીને ૨૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
શિવરાજ૫ુર બીચ પર વોટર સ્પોર્ટસ એક્ટિવીટી પુનઃ શરૃ કરવા ગઈકાલે અધિકારીઓ સાથેની મિટિંગમાં ૮૨-દ્વારકા કલ્યાણપુર મતવિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકે બહોળી સંખ્યામાં વોટર સ્પોર્ટસ એક્ટિવીટીઝ સાથે સંકળાયેલા લોકોની ઉપસ્થિતિમાં અધિકારીગણને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે શિવરાજપુર બીચમાં વોટર સ્પોર્ટસ એક્ટિવીટીઝ પુનઃ શરૃ કરવામાં આવે.
આ અંગે દરેક નિયમોનું પાલન કરવામાં આવશે અને આ અંગે ૨૦ દિવસમાં નિર્ણય લેવામાં આવે તથા મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં દિવાળી તથા ક્રિસમસના વેકેશનનો સમયગાળો આવી રહ્યો છે. આ ઉપરાંત ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો અન્ડરવોટર એક્ટિવીટીઝ માટે બેસ્ટ ગણાતો હોય દેશ-વિદેશથી સ્કૂબા ડાઈવર્સ પણ શિવરાજપુર બ્લ્યૂ ફ્લેગ બીચની મુલાકાત લેતા હોય છે. વડોદરા બોટ દુર્ઘટના બાદથી રાજ્યમાં વોટર સ્પોર્ટસ એક્ટિવીટીઝને નિયમોનો હવાલો આપી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ઓખામંડળના સેંકડો લોકોને રોજગારી આપતા વોટરસ્પોર્ટસ એક્ટિવીટીને નિયમાનુસાર મંજુરી આપી પુનઃ શરૃ કરવામાં આવે તેવી સ્થાનીય ધારાસભ્યની માંગની સાથોસાથ સ્થાનિકો પણ શિવરાજપુર બીચ પુનઃ વોટર સ્પોર્ટસ એક્ટિવીટીથી ધમધમે તેની રાહ જોઈ રહ્યા છે.
આગામી સમયના યાત્રિકોના ટ્રાફિકને જોતાં પ્રવાસનને વેગ મળે તે હેતુથી પણ આ અંગે તુરંતમાં નિર્ણય લેવાય તે ઈચ્છનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial