Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં આજથી ઉજવાશે નશાબંધી સપ્તાહ

સાયકલ રેલી, વકતૃત્વ સ્પર્ધા, વ્યસનમૂક્તિ સેમિનાર, નાટક, પ્રદર્શનો યોજાશે

જામનગર તા. રઃ જામનગર જિલ્લામાં આજથી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી શરૃ થઈ છે. સમગ્ર સપ્તાહ દરમિયાન સાયકલ રેલી, વકતૃત્વ સ્પર્ધા, વ્યસનમુક્તિ સેમિનાર, નાટક, નશાબંધી, પ્રદરર્શની સહિતના કાર્યક્રમો હાથ ધરાશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ર ઓકટોબરથી તા. ૮ ઓકટોબર ર૦ર૪ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તે મુજબ નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી જામનગર દ્વારા પણ નશાબંધી સપ્તાહ ર૦ર૪ ના ભાગરૃપે નશાબંધીના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢેલ છે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ વિવિધ થીમ સાથે સાઈકલ રેલી, વકતૃત્વ સ્પર્ધા, વ્યસનમુક્તિ સેમિનાર, વ્યસન મુક્તિ અંગે નાટક સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

કાર્યક્રમની રૃપરેખા અનુસાર તા. ર ઓકટોબરના સવારે ૮-૩૦ કલાકે ટાઉનહોલથી સાયકલ રેલી, સાંજે ૬ કલાકે લાલપુરમાં વકતૃત્વ સ્પર્ધા અને વિવિધ હરીફાઈ, તા. ૩ ઓકટોબરના સાંજે ૬ કલાકે શંકર ટેકરીમાં વ્યસનમુક્તિ સેમિનાર, તા. ૪ ઓકટોબરના બપોરે ૩ કલાકે કાલાવડમાં વ્યસનમુક્તિ વર્કશોપ તથા સ્પર્ધા તેમજ સાંજે પ કલાકે મોદી સ્કૂલ જામનગરમાં રેડિયો કલાકાર દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ આપતો ડાયરો, તા. પ ઓકટોબરના બપોરે ત્રણ કલાકે હાપામાં વકૃત્વ સ્પર્ધા અને વિવિધ હરીફાઈ જ્યારે સાંજે પ કલાકે જાખર હાઈસ્કૂલ લાલપુરમાં વ્યસન મુક્તિનો સંદેશ આપતો ડાયરો, તા. ૬ ઓકટોબરના મોરકંડા હાઈસ્કૂલમાં ડાયરો તેમજ સાંજે પ કલાકે જામજોધપુર તાલુકાના બાલવામાં વ્યસન મુક્તિ અંગે નાટક, તા. ૭ ઓકટોબરના ભણગોરમાં વ્યસન મુક્તિ અંગે નાટક તેમજ તા. ૮ ઓકટોબરના સવારે ૧૦ કલાકે એસટી ડેપો જામનગરમાં નશાબંધી પ્રદર્શન, વ્યસનમુક્તિ સાહિત્ય વહેચણી સહિતના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh