Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારને રૃા.૬ લાખ વળતર પેટે ચૂકવાશેઃ
જામનગર તા. રઃ જામનગરના એક શખ્સે સાતેક વર્ષ પહેલાં પોતાના ભાડુતની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યાની જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને રૃા.૬ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા રામસંગ બાલુભા જાડેજા નામના શખ્સે પોતાનું મકાન થોડા વર્ષ પહેલાં એક આસામીને ભાડેથી આપ્યા પછી તે ભાડુતની સગીર પુત્રી સાથે અડપલા કર્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ગઈ તા.૧-૧-૧૭ના દિને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ શખ્સ સામે પોલીસે જે તે વખતે દુષ્કર્મ તેમજ પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસનું ચાર્જશીટ થયા પછી કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે તે સગીરાનું નિવેદન, અન્ય પુરાવાઓ વગેરે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રામસંગ બાલુભા જાડેજાને તકસીરવાન ઠરાવી દુષ્કર્મ ગુજારવા અંગે દસ વર્ષની કેદની સજા, પોક્સો એકટ હેઠળ પાંચ વર્ષની કેદ તથા રૃા.૧પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશન માંથી રૃા.૬ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial