Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદથી અનેક રસ્તા ખાડા-ખડબાવાળા
જામનગર તા. રઃ જામનગરમાં દોઢેક માસ પહેલા વરસેલા અતિ ભારે વરસાદથી શહેરના અનેક માર્ગો ખાડા-ખડબાવાળા બની ગયા હતાં. તેના પેચવર્કના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દોઢેક માસ પહેલા જામનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો પરિણામે પાણી ભરાવવાથી અનેક માર્ગો ધોવાઈ ગયા હતા અને ઠેર-ઠેર ખાડા પડી ગયા હતાં. આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા બુરવા માટે પેચવર્કનું કામ ગઈકાલથી કરવામાં આવ્યું છે.
જો કે ભરડીયા સંચાલકોની હડતાલ ચાલતી હોવાથી કામગીરી ધીમી ચાલશે પરંતુ હડતાલ પૂર્ણ થયા પછી અને માલ-સામાન ઉપલબ્ધ થયે કામગીરી તેજ ગતિએ ચાલશે તેમ અધિકારીએ જણાવ્યું છે. આ માટે શહેરના બન્ને ઝોનમાં રૃા. ૩ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial