Advertisement
Author: નોબત સમાચાર

ઉંઘમાં પલંગ પરથી ઉતરવા જતાં પડી ગયેલા વૃદ્ધનું મૃત્યુ

ફસડાઈ પડેલા વૃદ્ધને માથામાં થઈ હતી ઈજાઃ

જામનગર તા. રઃ કાલાવડના પીપર ગામના એક વૃદ્ધ રવિવારની વહેલી સવારે ઉંઘમાંથી ઉઠીને પલંગ પરથી ઉતરવા જતા ફસડાઈ પડ્યા હતા. માથામાં પગથીયાની કોર વાગતા ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના પીપર ગામના ધીરજલાલ હરદાસભાઈ રાંક નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ ગયા રવિવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી વહેલી સવારે પલંગ પરથી ઉભા થવા ગયા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા.

પલંગ પરથી પડ્યા પછી ધીરજલાલને માથામાં પગથીયાની કોર વાગી જતાં ગંંભીર ઈજા પામેલા આ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રવિભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh