Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના નાના ખડબા ગામના યુવતી ગુમ થઈ ગયાની પોલીસને કરાઈ જાણ

વર્ણન, ફોટો મેળવી પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. રઃ લાલપુરના નાના ખડબા ગામના એક યુવતી બે સપ્તાહ પૂર્વે વહેલી સવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસને પિતાએ જાણ કરી છે. પોલીસે તેણીનું વર્ણન મેળવી તપાસ શરૃ કરી છે.

લાલ૫ુર તાલુકાના નાના ખડબા ગામના વાડી વિસ્તારમાં રહેતા વીરાભાઈ કારાભાઈ કાંબરીયા નામના આહિર પ્રૌઢની પુત્રી અસ્મિતાબેન (ઉ.વ.૩૦) ગઈ તા.૧૮ની સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.

આ યુવતી અંગે તેણીના પરિવારે શોધખોળ કરાવ્યા પછી પણ પત્તો નહીં લાગતા પોલીસને જાણ કરવામાં આવી છે. પાંચ ફૂટની ઉંચાઈ, ઘઉંવર્ણાે વાન ધરાવતી આ યુવતીના ગળાના જમણા ભાગે તલનું નિશાન છે. છેલ્લે તેણીએ કથાઈ રંગની ચોકડીવાળી કુર્તિ તથા લાલ રંગનો પાયજામો ધારણ કરેલા હતા. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ કે.કે. ચાવડા-૯૯૨૪૪ ૦૭૯૧૯નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh