Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક ઝાંખીઓ સાથે વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રામાં દેશ-વિદેશના ભાવિકો જોડાયાઃ
જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી પ, નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં ત્રિ-દિવસીય મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવ ઓક્ટોબર ર૦ર૪ ના મંગળવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મહામતિ પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ-વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં મંગળવારે સાંજે ખીજડા મંદિરથી શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે એટલે કે, ૧ ઓક્ટોબર, ર૦ર૪ ના સવારે પ્રાગટ્યની મહાઆરતી, દર્શન તથા મંદિરે નૂતન ધવજારોહણ કરાયું હતું. ત્યારપછી સાંજે શ્રી પ, નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન 'શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં પૂ. શ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરિયા, મહેશભાઈ જોબનપુત્રા, ધીરુભાઈ સાવલિયા, જમનભાઈ અકબરી, વિનુભાઈ સહિતના કાર્યકરોએ તૈયાર કરેલ ધાર્મિક ઝાંખીઓ સાથે વાજતેગાજતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial