Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ મણ ધાણા, ૧૫ મણ જીરૃની થઈ ગઈ ઉઠાંતરીઃ
જામનગર તા. રઃ જામજોધપુરમાં એક ખેડૂતે ભાગમાં વાવવા માટે ખેતર રાખ્યા પછી તેમાં ઉગેલા ધાણા તથા જીરૃના જથ્થાને ખેતર સ્થિત મકાનમાં મૂકાવ્યા હતા. તેમાંથી ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃની ગયા રવિવારે રાત્રે ચોરી થઈ છે. પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી આ જણસ ચોરી જનાર શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જામજોધપુર શહેરમાં જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલા સગરપામાં રહેતા કપિલભાઈ ગિરધરભાઈ ઘેટીયા નામના ખેડૂતે સુભાષભાઈ વલ્લભભાઈ ઘેટીયા સાથે ભાગમાં વાવવા માટે રાખ્યા પછી તેમાં ઉગેલા દાણા તથા જીરૃના જથ્થાને બાચકામાં ભરી સુભાષભાઈના ખેતરમાં આવેલા મકાનમાં રખાવ્યા હતા.
તે મકાનમાં રાખવામાં આવેલા દાણાના ૭૫ બાચકાના જથ્થામાંથી આઠ બાચકા ધાણા અને જીરાના ૨૪ બાચકામાંથી ૧૦ બાચકા ગયા રવિવારે રાત્રે સાડા દસ વાગ્યા પછીથી સોમવારની સવાર સુધીમાં ચોરાઈ ગયા છે. અંદાજે ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃ જેની રૃા.૮૪,૩૦૦ કિંમત આકારવામાં આવી છે તે જથ્થો ચોરાઈ ગયાની કપિલભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે બીએનએસની કલમ ૩૦૫, ૩૩૧ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial