Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ નગરપાલિકાની સામાન્ય સભા સમયે સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા

ખંભાળીયા તા. રઃ ખંભાળીયા તાલુકાના સફાઈ કામદારો તેમના પડતર પ્રશ્નો અંગે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીને સામાન્ય સભામાં આ પ્રશ્નો લઈ હલ કરવા રજુઆત કરી હતી. પણ બેઠક અંગે સંકલન બેઠક પૂર્ણ થઈ ગઈ હોય ગઈકાલે સાંજે પાલિકાની સામાન્ય સભામાં આ પડતર પ્રશ્નો અંગે કંઈ ન થતાં મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ ભેગા થઈને તેમના પ્રશ્નો ઉકેલવા માંગ કરીને સભામાં પ્રશ્નો ન લેવાતા વિરોધ વ્યકત કર્યો હતો. જેમાં સફાઈ કામદાર મંડળના રમેશભાઈ વાઘેલા, રાહુલ બેટકીયા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા તથા ત્યાં જ નવરાત્રિ પછી આંદોલન તથા હડતાલની ચીમકી આપી હતી.

રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે લાંબા સમયથી સફાઈ કામદારો કાયમીમાં ઘટ, નવા રોજમદારોની ભરતી નહીં, સફાઈ કામદાર આવાસ યોજનામાં રહેણાંકના પ્લોટો ફાળવવા, પેન્શનરોના પેન્શન સ્કેલ ટુ સ્કેલ પ્રમાણે રિવિઝન કરવું, વસ્તી તથા વિસ્તારની દૃષ્ટિએ સફાઈ કામદારો નિયુક્તિ કરવી, આવા અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર હોય તથા સામાન્ય સભા ત્રણ થઈ જવા છતાં કોઈ પ્રશ્ન હલ કરવા તેમાં લેવાયો ના હોય આક્રોશ સાથે સફાઈ કામદારો હડતાળનો માર્ગ અપનાવશે. સફાઈ કામદારો દ્વારા ગઈકાલે પાલિકા સામાન્ય સભામાં આવેલા સંગઠનના હોદ્દેદારો અનીલભાઈ તન્ના, રસીકભાઈ નકુમ વિગેરેને પણ આ મુદ્દે રજુઆતો કરી હતી તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને પણ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh