Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત કોંગ્રેસ દ્વારા
અમદાવાદ તા. રઃ ગુજરાત રાજ્યમાં આ વરસે ચોમાસામાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી અમીતભાઈ ચાવડાએ રાજય સરકાર સમક્ષ ખેડૂતોની સહાય માટે વિવિધ માંગણીઓ રજુ કરી છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં અંદાજે ૧૨ લાખ ખેડૂતો પાસેથી પ્રિમિયમ પેટે ઉઘરાવેલા રૃપિયા ચારસો પચાસ કરોડ ખેડૂતોને પરત કરવા ઉગ્ર માંગણી કરી છે.
ગુજરાતમાં આ વરસે ચોમાસામાં જ્યાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તેવા ૧પ જિલ્લા અને ૧૦૬ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.
દેશના ઉદ્યોગપતિઓના ૧૪.પ૬ લાખ કરોડના દેવા માફ કર્યા છે, અને ર૪ લાખ ૯પ હજાર કરોડ રાઈટ ઓફ કર્યા છે, તો જગતના તાત એવા ખેડૂતોનું એક વર્ષનું ધિરાણ આપત્તિ સમયે માફ કરવાની જરૃર છે.
અતિવૃષ્ટિ તથા પૂરના કારણે ખેતી અને જમીનનું ધોવાણ થયું છે. આ નુકસાનીનું વળતર તાકીદે ચૂકવવા તથા અતિવૃષ્ટિ કે અન્ય કુદરતી આફતો સામે ખેડૂતોને કાયમી રક્ષણ મળે તે માટે ગુજરાત સરકારે વીમા યોજના શરૃ કરવાની માંગણી કરવામાં આવી છે.
અંતમાં તેમણે આ વર્ષે ગુજરાતમાં થયેલ ખાના-ખરાબી તથા ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનમાં સહાય આપવા રૃા. ૧૦ હજાર કરોડનું ખાસ પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.
આ પત્રકાર પરિષદમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા સાથે ધારાસભયો કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial