Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને ઈઝરાયેલ પર ૧૮૦ મિસાઈલો છોડતા વિશ્વમાં તણાવ વધ્યોઃ ક્રૂડના ભાવમાં ભડકો

ઈઝરાયેલે વળતો હુમલો કર્યો હોવાનો દાવોઃ અમેરિકાએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

વોશિંગ્ટન/તહેરાન તા. રઃ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ૧૮૦ મિસાઈલો દ્વારા હુમલો કરાતા નવું વૈશ્વિક ટેન્શન ઊભું થયું છે, તો ક્રૂડ ઓઈલના ભાવમાં પણ 'ભડકો' થયો છે. આ મુદ્દે અમેરિકામાં પણ દોડધામ વધી છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં ચિંતા વધી રહી છે. ઈરાને લગભગ ૧૮૦ મિસાઈલો છોડીને ઈજરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે, તો સામે ઈઝરાયેલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે.

બન્ને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે પ ટકાનો વધારો થયો છે. ઈરાન, જે ઓપેકનું સભ્ય છે અને તેને આ ઓઈલ સેક્ટરનો સૌથી મોટો ખેલાડી પણ માનવામાં આવે છે. તેમજ ઈરાન વિશ્વના લગભગ એક તૃતીયાંશ તેલનો પુરવઠો પૂરો પાડે છે. એવામાં આ હુમલાના કારણે હવે ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ આવવાની અસર પણ હવે દેખાઈ રહી છે. જે ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો રૃપે જોઈ શકાય છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે, જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયટ ક્રૂડના ભાવમાં અચાનક પ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ભૂતકાળમાં તેમાં લગભગ ર.૭ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ તાજેતરના વધારા પછી તેની કિંમત ફરી એક વખત પ્રતિ બેરલ ૭૧ ડોલરને પાર કરી ગઈ છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ પ ટકાના ઉછાળા સાથે વધતા પ્રતિ બેરલ ૭પ ડોલરની ઉપર પહોંચી ગયો છે.

ઈરાન અને ઈજરાયેલમાં વધી રહેલા તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલોની કિંમતો પર જ નહીં, પરંતુ હવે વૈશ્વિક શેરબજારો પર પણ કડાકો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેલના ભાવ વધી રહ્યા છે. બોન્ડ વધી રહ્યા છે. સોનાના ભાવ વધી રહ્યા છે અને શેરબજાર તૂટી રહ્યું છે.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા અમેરિકામાં પણ દોડધામ વધી છે અને રાષ્ટ્રપતિ જો-બાઈડને ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh