Advertisement
Author: નોબત સમાચાર

પુનીતનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા આઠ મહિલા ઝડપાયાઃ પટમાંથી રોકડ કબજે

સલાયામાંથી ત્રણ પત્તાપ્રેમી મળી આવ્યાઃ

જામનગર તા. રઃ જામનગરના પુનીતનગરમાં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા આઠ મહિલાને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાના સલાયામાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાયા છે. દ્વારકામાંથી ઝડપાયેલા વર્લી બાજે કપાત લેતા શખ્સનું નામ આપ્યું છે.

જામનગરના ગાંધીનગર નજીકના પુનીતનગરની શેરી નં.રમાં ગઈકાલે બપોરે જાહેર માં જુગાર રમાતો હોવાની બાતમી સિટી બી ડિવિઝનના જયદીપસિંહ, ક્રિપાલસિંહને મળતા પીઆઈ પી.પી. ઝાને વાકેફ કરાયા પછી સર્વેલન્સ સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમતા રૃકસાનાબેન જાવિદભાઈ સમા, નસીમબેન શબ્બીરભાઈ માડકીયા, સોનલબેન જીવણભાઈ કોળી, શિતલબેન નવઘણભાઈ બારૈયા, શોભનાબેન મનસુખ ચૌહાણ, શિલ્પાબેન લાલજીભાઈ ઢાપા, પાયલબા રામદેવસિંહ પરમાર, સજનબા વિક્રમસિંહ સોઢા નામના આઠ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦૯૮૦ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના સલાયામાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા આમીન અબ્બાસ સુંભણીયા, નુરમામદ ઈશા લોરૃ, અબઝલ હુસેન ગાધ નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૃા.૩૦૫૦ ઝબ્બે લીધા છે.

દ્વારકામાં રબારી ગેઈટ પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા દુષ્યંત ભરતભાઈ વાયડા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૃા.૧૧,૨૨૦ રોકડા કબજે કર્યા છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા નરસંગ ટેકરીવાળા જયસિંહ મનુભા કેરનું નામ આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh