Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન દ્વારા આવેદનઃ
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના સફાઈ કામદારોને સેફટીના સાધનો વગેરે આપવામાં આવતા નથી જરૃર પડ્યે સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન જામનગરમાં પ્રમુખ મહેશ બાબરીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમાર વગેરેએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે તા. ૧૭-૯-ર૪ થી શહેરમાં રાત્રી સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે. વોર્ડ નંબર ૧ ના અવેજી સફાઈ કામદાર વિજય વેલજીભાઈ બાબરીયાને ગત તા. ર૯-૯-ર૪ ના રાત્રે બે વાગ્યે હોસ્પિટલ માર્ગે રોડ ડીવાઈડરની સફાઈ કરતા હતાં ત્યારે એકટીવા સ્કુટરચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં વિજયને ફ્રેકચરની ઈજા થઈ હતી.
રોડ-ડીવાઈડરની સફાઈ માટે મશીનરીનો ઉપયોગ કરવાનો હોય છીે જે માટે લાખો રૃપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે છતાં જબરજસ્તીથી સફાઈ કામદાર પાસે ડીવાઈડર સફાઈની કામગીરી કરાવવામાં આવે છે અને અકસ્માતના બનાવમાં મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતુ નથી.
સફાઈ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવતા નથી. હાથમાં મોજા, સેફટી સુઝ, હેલમેટ, માસ્ક કાંઈ પણ આપવામાં આવ્યા નથી.
જો ચાલુ ફરજમાં અકસ્માત થાય તો કર્મચારીની હાજરી પુરવામાં આવે, અને કામદારોને ઈએસઆઈ ચુકવવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial