Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

જામનગર તા. રઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલ્લભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા-જામનગર) ના સહયોગથી નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૩/૧૦ ના સવારે ૯ થી ૧ર દરમિયાન લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા, અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામં આવશે. આ કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh