Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યાર સુધીમાં ર૪૧ લોકોના મૃત્યુ નિપજ્યાઃ
નવી દિલ્હી તા. રઃ નેપાળમાં અત્યારે સાંબેલાધાર વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે. છેલ્લા ૪૮ કલાક વરસેલા વરસાદથી પૂરમાં નેપાળમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સેંકડો માર્ગો બંધ છે. હજાર મકાનો પૂરમાં તણાઈ ગયા છે. ઘણાં પરિવારો બેઘર થયા છે. પૂરે મચાવેલા વિનાશથી ચાર હજાર કરતા વધુ લોકોને બચાવવામાં આવ્યા છે, જો કે હજી સેંકડો લોકો ગુમ છે.
નેપાળમાં સાંબેલાધાર વરસાદ અને પૂર અને વિનાશક ભૂસ્ખલનથી નેપાળને લગભગ ૧૭ અબજ રૃપિયાનું નુક્સાન થયું છે. ત્યારે ર૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત ઓછામાં ઓછા ર૯ લોકો હજુ પણ ગુમ છે અને ૧ર૬ લોકો ઘાયલ થયા છે. નેપાળના ગૃહમંત્રાલય અનુસાર છેલ્લા બે દિવસમાં વિદેશી ટ્રેકર્સ સહિત લગભગ ૯૦૦ લોકોને હેલિકોપ્ટરની મદદથી અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે નેપાળ આર્મિના હેલિકોપ્ટર દ્વારા ૬૮૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રવિવારે ૪રપ લોકોને બચાવવામાં આવ્યા હતાં અને સોમવારે રપ૮ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.
નેપાળ આર્મી ઉપરાંત ખાનગી હેલિકોપ્ટર પણ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ફસાયેલા વિદેશીઓને બચાવી રહ્યા છે, જો કે ખાનગી હેલિકોપ્ટર દ્વારા કેટલા લોકોને બચાવી લેવાયા હતાં. ત્યાં કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ ઓપરેટરોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં લગભગ ર૦૦ વિદેશી ટ્રેકર્સ અને કેટલાક નેપાળીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
ગુરુવારથી શરૃ થયેલા ભારે વરસાદથી રવિવાર સુધીમાં વરસાદ પછી ઘણી નદીઓમાં ઘોડાપૂર આવતા ઘણાં વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા હતાં, જો કે રવિવારથી કાઠમંડુમાં હવામાનમાં સુધારો થયો, જેના કારણે આપત્તિગ્રસ્ત લોકોને થોડી રાહત મળી. ગુરુવારથી શનિવાર સુધીના અવિરત વરસાદે નેપાળમાં ભારે વિનાશ વેર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial