Advertisement
Author: નોબત સમાચાર

નિરંકુશ દુનિયા તબાહીના આરેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાન-ઈઝરાયેલ મુદ્દે પ્રતિક્રિયા

વોશીંગટન તા. રઃ ઈરાન-ઈઝરાયેલ મુદ્દે પ્રતિક્રિયા આપતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અત્યારે બેકાબૂ બનેલું વિશ્વ તબાહી ભણી ધકેલાઈ રહ્યું છે.

ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અનુસાર ઈરાને ઈઝરાયેલ પર લગભગ ૧૮૦ મિસાઈલો છોડી છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાલના સમયે દુનિયા નિયંત્રણની બહાર જઈ રહી છે. થોડા સમય પહેલા ઈરાને ઈઝરાયેલ પર ર૦૦ થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી અને આપણે વૈશ્વિક વિનાશની નજીક પહોંચી રહ્યા છીએ.

ડોનાલ્ડ ટ્રમ્યે કહ્યું કે અમારી પાસે એક એવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે જાણે તેમનો કોઈ અસ્તિત્વ જ નથી. તેમણે નેતૃત્વ સંભાળવાની જરૃર નથી પણ એ લોકો તો સાન ફ્રાન્સિસ્કોમાં ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમોમાં જઈ રહ્યા છે અને એવો ફોનનો ઉપયોગ કરીને નકલી ફોટા પડાવી રહ્યા છે જે કનેકટ જ નહીં થાય. આ વખતે કોઈ નેતૃત્વના મોડમાં નથી. એ પણ નથી સમજાતું કે મૂંઝવણમાં કોણ છે બાઈડેન કે પછી કમલા હેરિસ કેમ કે બંનેને જાણે ખબર જ નથી પડી રહી કે શું થઈ રહ્યું છે.

ટ્રમ્પે પોતાની કરી પ્રશંસા

ટ્રમ્પે કહ્યું કે જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે ઈરાન પાસે પૈસા પણ નહોતા. હવે તેમની પાસે ૩૦૦ અબજ ડોલર છે. મારા વહીવટ હેઠળ મધ્ય પૂર્વમાં કોઈ યુદ્ધ થયું ન હોતું, યુરોપમાં કોઈ યુદ્ધ નહોતું અને એશિયામાં સદભાવ જોવા મળતો હતો. કોઈ મોંઘવારી પણ નહોતી. અફઘાનિસ્તાનમાં કોઈ તકલીફ નહોતી. ચાર બાજુ શાંતિ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હવે યુદ્ધનો ખતરો દરેક જગ્યાએ છે અને આપણો દેશ બે અસમર્થન લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh