Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન ફાળવણી થઈ જતા હવે
જામનગર તા. રઃ જામનગરનું વર્ષોજુનુ બસ સ્ટેન્ડ ખખડધજ હાલતમાં છે તેના સ્થાને અત્યાધુનિક બસ ૫ોર્ટ બનાવવામાં આવનાર છે જેની તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન હંગામી ધોરણે પ્રદર્શન મેદાનમાં બસ ડેપો શરૃ કરવામાં આવનાર છે. જેની જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.
જામનગરના હયાત બસ સ્ટેશનની ઈમારત ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ જતાં આ સ્થળે અદ્યતન અને સુવિધા યુકત બસપોર્ટ બનાવવા સરકારે નિર્ણય કર્યો હતો. આખરે તે માટે ગતિવિધિ શરૃ થઈ ચુકી છે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો બનાવવા માટે તંત્ર દ્વારા જમીન ફાળવણી કરી દેવામાં આવી છે અને એસ.ટી. વિભાગ દ્વારા ટોકન ફી પણ ગઈકાલે ભરપાઈ કરી દેવામાં આવી હતી. એસ.ટી. વિભાગના નિયામકના જણાવ્યા મુજબ સાત કે આઠ પ્લેટફોર્મ, વેઈટીંગ એરીયા, પ્રાથમિક સુવિધા જેવી કે પીવાનું પાણી, સંડાસ, બાથરૃમ જેવી સુવિધાઓ આગામી બે-ત્રણ માસમાં ઉભી કરવામાં આવશે અને એ પછી હયાત બસ ડેપો ખાલી કરી પ્રદર્શન ગ્રાઉન્ડથી બસો દોડતી કરવામાં આવશે. ત્યાર પછી હયાત બસ સ્ટેન્ડને તોડી પાડી એ જગ્યામાં અદ્યતન બસપોર્ટનું બાંધકામ શરૃ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial