Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુમ્મસના કારણે હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાની આશંકાઃ
મુંબઈ તા. રઃ પૂણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા ર પાયલોટ અને એક એન્જિનિયર સહિત ત્રણના મોત થયા છે.
પૂણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ૩ લોકોના મોત થયા છે. જેમાં ર પાયલોટ અને ૧ એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૃમને આપી હતી. તે પછી પોલીસ અને મેડિકલ ટીમ રવાના થઈ ગઈ હતી.
હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સવારે સાત વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જો કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ પછી જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઊડાન ભર્યા પછી તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે ૭ વાગ્યાથી ૭-૧૦ વાગ્યાની વચ્ચે સર્જાઈ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે, જો કે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૃ કરી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. હિંજવડી પોલીસ સ્ટેશન (પિંપરી ચિંચવડ પોલીસ) અને વિમાન અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial