Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગતાલી ગ્રુપ દ્વારા એમ.પી. શાહ કોમર્સ કોલેજ-જામનગરના ગ્રાઉન્ડમાં
જામનગર તા. રઃ જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના પટાંગણમાં સંસ્કૃતિ-સહ-સેવાના સમન્વય સમા 'સહિયર નવરાત્રિ મહોત્સવ'નું ભવ્ય આયોજન થયું છે.
આદ્યશક્તિ આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો તા. ૩ ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભક્તિ તથા સંસ્કૃતિ સંગાથે સેવા પ્રકલ્પના મનસુબા સાથે શહેરના જાણીતા 'રંગતાલી ગ્રુપ' દ્વારા ફક્ત ટ્રેડીશનલ વેશભૂષા પરિવધાન કરેલા બાળ ખેલૈયાઓ તેમજ યુવતીઓ-યુવકો માટેના અર્વાચીન દાંડિયા મહોત્સવ 'સહિયર'નો તા. ૩-૯-ર૦ર૪ ને ગુરુવારે રાત્રિના ૯-૩૦ કલાકે શુભારંભ થશે.
પ્રથમ નોરતે મહોત્સવના દીપ પ્રાગટ્ય-પ્રારંભ પ્રસંગે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી શ્રીમતી વસબુને ત્રિવેદી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, જિલ્લા કલેક્ટર ભાવિનકુમાર પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડી.ડી.ઓ. વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેક્ટર ભાવેશભાઈ ખેર, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિના પ્રમુખ તેમજ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, ગોવા શીપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, અગ્રણી બિલ્ડર મહેશભાઈ નંદાણિયા, શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ અને પ્રકાશભાઈ બાંભણિયા મુકેશભાઈ વૈદ્ય, સહિયર નવરાત્રિ મહોત્સવના મુખ્ય પ્રાયોજક કૈલાશભાઈ બદિયાણી, રિલાયન્સ કંપનીના પી.આર.ઓ. આશિષભાઈ ખારોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સાત રસ્તા પાસેના એમ.પી. શાહ કોમર્સ કોલેજના વિશાળ પટાંગણમાં કોઈપણ બાળા-યુવતી કે મહિલાઓ ઉપરાંત માત્ર નવરાત્રિના પરંપરાગત વસ્ત્રધારી યુવકો તાલીરાસ, પંચિયા રાસ, ચોકડી રાસ, ફ્રી સ્ટાઈલનું સ્પર્ધાત્મક રાસ-ગરબાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે, જ્યારે દાંડિયારાસ નિહાળવા માટે ભાઈઓ-બહેનો કોઈપણ પ્રવેશપાત્ર હશે. 'રંગતાલી ગ્રુપ' દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાઓ' પ્રકલ્પ અંતર્ગત નવ બાળાઓને શૈક્ષણિક હેતુસર દત્તક લઈ તેમના અભ્યાસનો ખર્ચ ઊઠાવવાની તત્પરતાવાળા સેવા પ્રકલ્પના કારણે શહેરમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.
'સહિયર નવરાત્રિ મહોત્સવ'ના સંયોજક શ્રીમતી રીટાબેન સંજયભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ આ દાંડિયા મહોત્સવ બહેનો દ્વારા આયોજીત અને બહેનો દ્વારા સંચાલિત હશે. પ્રવેશદ્વારથી લઈને ટિકિટ વેંચાણ, ડી.જે., એરીના વ્યવસ્થા, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સ્વાગત, આરતી, ઉદ્ઘોષણા, નિર્ણાયક, ભેટ સ્વીકાર, સુરક્ષા, સ્વયંસેવક જેવી તમામ બાબતોનું સંચાલન માત્ર બહેનો દ્વારા જ કરવામાં આવશે. તદ્ઉપરાંત નવરાત્રિ દરમિયાન દરરોજ મહિલા સશક્તિકરણ અભિયાનના વિવિધ પાસાઓની ગરબીના મેદાન પર પ્રસ્તુતિ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial