Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તા રીપેરીંગ ક્યારે થશે?
ખંભાળિયા તા. રઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓ રીપેરીંગ કરવા કરોડો રૃપિયાની ગ્રાન્ટો ફાળવી છે, તથા તે માટેનું ખાસ આયોજન પણ થઈ રહ્યુ છે, ત્યારે ટોલ રોડ કે જેના પર ચાલવાના પૈસા વાહનચાલકો ભરે છે તે માટે કંઈ ના થતા ટોલ રોડ જામનગર-દ્વારકા જિલ્લામાં વાડીનાર, રાજકોટ ટોલ રોડ કે જેમાં સિક્કા પાસે પડાણા પાસે, એરપોર્ટ પાસે તથા બેડના પુલ તથા પડધરી અને રાજકોટ પ્રવેશના એમ અનેક સ્થળે મોટા ખાડા પડી ગયા છે જે હજુ રીપેર થયા નથી. આવી જ સ્થિતિ રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા દ્વારકા જિલ્લાની પણ છે.
નેશનલ હાઈ-વે દેવળિયાની દ્વારકા, સોમનાથ નેશનલ હાઈ-વેને કુરંગા પાસે જોડતા રસ્તા પર અનેક સ્થળે ચોમાસામાં ખાડા પડી ગયા છે, તો ક્યાંક તો પથ્થર પણ દેખાય છે, પણ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યાં સુધી કંઈ રીપેરીંગ નથી. નેશનલ હાઈ-વે તથા દ્વારકાના વાડીનારથી રાજકોટના ટોલરોડ પર બન્ને સ્થળે રોજ લાખો રૃપિયા વાહનચાલકો ટોલટેક્સ પેટે ચૂકવે છે, તો ત્યાં રીપેરીંગ શા માટે નહીં? તેવો પ્રશ્ન ઊઠ્યો છે. સરકાર રોડ રીપેરીંગ કરે તો ટોલ નાકુ કોન્ટ્રાક્ટ લેનાર કંપની કેમ રીપેરીંગ ના કરે? તેવો પ્રશ્ન ઊભો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial