Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લામાં દિકરીઓ માટે એકમાત્ર રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસીલન્સનો આરંભ

જામનગર નજીક ગણેશ વિદ્યાલયમાં

જામનગર તા. ૨ઃ ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસીલન્સ, ગણેશ વિદ્યાલય લોઠીયા ચોકડી (તા. લાલપુર જી. જામનગર)માં પ્રથમ રાઉન્ડમાં ૧૪૧ દીકરીઓ ફાળવવામાં આવી છે. જેમાં મહત્તમ વિદ્યાર્થીનીઓએ આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.

માત્ર દીકરીઓ માટેની એક માત્ર સંસ્થા ગણેશ વિદ્યાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ હોસ્ટેલ સુવિધા રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસીલન્સ પ્રકલ્પ હેઠળ નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિદ્યાર્થીનીઓએ સીઈટી પરીક્ષા પાસ કરી ઓનલાઈન શાળા પસંદગી કરી પ્રવેશ માટે અરજી કરેલ હોય છે જેઓને મેરીટ આધારિત શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં હાલ કુલ ૪૦ થી વધુ જ્ઞાનશક્તિ શાળાઓ શરૃ કરવામાં આવે છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર દીકરીઓ માટેની શાળા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સમાં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુકત ઉપક્રમે ખૂબ જ સારી સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

આ યોજના અંતર્ગત ર૦ર૪-રપ માં પ્રથમ સત્રથી શાળા શરૃ કરવામાં આવી છે. એકસીલન્સ શાળામાં અભ્યાસ હોસ્ટેલ સુવિધા પોષ્ટિક ભોજન તમામ પ્રકારની એકટીવીટી વોકેશનલ એજ્યુકેશન વગેરે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી એડમિશન કાર્ય શરૃ કરવામાં આવ્યું છે અને તા. પ-૧૦-ર૪ થી અભ્યાસ કાર્ય શરૃ થઈ જશે. આ સંસ્થાના પ્રમુખ લીરીબેન પી. માડમે જણાવ્યું હતું કે, બન્ને જિલ્લાની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થા હંમેશા પ્રયત્નશીલ છે. સરકારની આ યોજનાથી આ કેમ્પસ વિદ્યાર્થીનીઓ માટે વરદાન રૃપ બને છે. વધુમાં વધુ વિદ્યાર્થીનીઓ કે જેઓ સીઈટી પરીક્ષા પાસ કરેલ છે તેઓ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસિલેન્સ લોઠીયા ચોકડી લાલપુર રોડ, પસંદ કરી બંને જિલ્લાને શ્રેષ્ઠ શિક્ષણ આપવું તે સંસ્થાની નૈતિક જવાબદારી બની રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh