Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કોન્ટ્રાક્ટરે ધ્રોલ જઈ પી લીધી ઝેરી દવાઃ નિપજ્યું મૃત્યુ

મોટરમાં બેસી રહી ગટગટાવી લીધુ વખઃ

જામનગર તા. રઃ ખંભાળિયામાં રહેતા એક કોન્ટ્રાકટર યુવાને ગઈકાલે ધ્રોલ પહોંંચી પોતાની મોટરમાં જ કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જેકેવી નગરમાં પ્લોટ નં.૧૧માં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા રઘુરાજસિંહ કિશોરસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાન ગઈકાલે સવારે પોતાની મોટર લઈને ધ્રોલ આવ્યા હતા.

જયાં આ યુવાને પોતાની મોટર ઉભી રાખીને તેમાં જ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. રાજકોટમાં માધાપર ચોકડી પાસે શિવરંજની સોસાયટીમાં રહેતા અભિજીતસિંહ પ્રતાપસિંહ રાઠોડે પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનના દવા પીવા પાછળના કારણને જાણવા માટે તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh