Advertisement
Author: નોબત સમાચાર

ટેકાના ભાવે મગફળીના ફોર્મ અંગે પૂછનાર ખેડૂતને ફોન પર અપાઈ ધમકી

કાલાવડના ટોડા ગામના વીસીઈ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨ઃ કાલાવડના ટોડા ગામના એક ખેડૂતે પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વેચવા માટે ફોર્મ અંગે પૂછતા આ ગામમાં વીસીઈ તરીકે નોકરી કરતા એક શખ્સે ફોર્મ ભરવાના રૃા.૫૦ થશે તેમ કહ્યા પછી તેની રજૂઆત કરતી અરજી ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં કરી હતી. તેનો ખાર રાખી આ ખેડૂતને ફોન કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ થઈ છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જાડેજા અજયસિંહ ઘનશ્યામસિંહએ પોતાના ખેતરમાં ઉગેલી મગફળીના વેચાણ માટે તજવીજ કર્યા પછી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોવાની જાણ થતાં તેના ફોર્મ માટે ગઈકાલે સાંજે અજયસિંહ ગ્રામ પંચાયત કચેરીમાં ગયા હતા.

આ સ્થળે વીસીઈ દ્વારા ફોર્મ ભરવામાં આવતા હોવાનું જણાઈ આવતા તેઓએ ટોડા ગામના જ રહેવાસી અને વીસીઈ તરીકે કામ કરતા વિજયસિંહ નીરૃભા જાડેજાને ફોન કરીને તેઓએ પૂૂછ્યું હતું. વિજયસિંહે હાલમાં ફોર્મ ભરાતા નથી અને એક ફોર્મ ભરવાના તેઓ રૃા.૫૦ લેતા હોવાનું કહેતા અજયસિંહે ફોર્મ ભરવાના પૈસા ન હોય તેમ કહેતા બોલાચાલી થઈ હતી.

આ બાબતની અજયસિંહે તાલુકા પંંચાયત કચેરીમાં અરજી કરતા તેનો ખાર રાખી વિજયસિંહે ફોન કરીને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજયસિંહે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh