Advertisement
Author: નોબત સમાચાર

"સ્વભાવ અને સંસ્કાર સ્વચ્છતાની થીમ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન

મોટી ખાવડી, જોગવડમાં "સ્વચ્છતા હી સેવા" ઝુંબેશમાં ૭૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા

દસ વર્ષ પૂર્વે શરૃ થયેલી સ્વચ્છ ભારત તરફની ચળવળ તીવ્ર બનતી જાય છે તેમ તેમ સતત સામાજિક પડકારો માટે લાંબા ગાળાના ટકાઉ ઉકેલો તરફ દોરી જતા સર્જનાત્મક અને રચનાત્મક ઉકેલો શોધવા હિતાવહ છે. વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા સમર્થિત સ્થાનિક પગલાં આપણને સ્વચ્છ અને હરિયાળા ભારત તરફની યાત્રામાં આગળ લઈ જશે. આ વર્ષે ભારત સરકારે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા થીમ સાથે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરી છે.

રિલાયન્સ હંમેશાં આ હેતુ માટે સભાન રહે છે અને પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ઉત્પાદન સાઇટની આસપાસના ૨ ગામો - મોટી ખાવડી અને જોગવડમાં આ ઉમદા ઝુંબેશ માટે પોતાની જવાબદારી પુનઃસ્થાપિત કરવા શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

 રિલાયન્સ ફાઉન્ડેશને તા. ૧-ઓક્ટોબર, ૨૦૨૪ ના સ્વચ્છતા અભિયાન શરૃ કર્યું છે જેમાં પોતાના ૭૦૦થી વધુ કર્મચારી સ્વયંસેવકો અને ગ્રામજનોને  સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારતનું મહત્ત્વ દર્શાવવા માટે શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. બન્ને ગામોમાંથી ઉત્સાહી સ્વયંસેવક ટીમો અને જેસીબી, ડમ્પર જેવાં જરૃરી સંસાધનો દ્વારા સફાઈ કરી ૧૮૦ ટન જેટલો ભીનો કચરો, સૂકો કચરો, જંગલી વનસ્પતિ વગેરે એકત્ર કરવામાં આવ્યાં  હતાં . આ અભિયાનમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા, સમાજમાં સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા અને ગ્રામજનોના મનમાં સકારાત્મક અસર ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો હતો. શેરીઓમાં લઘુનાટકો રજૂ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરાયા હતા અને સ્વચ્છ ગામ માટે જાગૃતિ લાવવા શાળાના બાળકો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, યુવાનો અને બેન્ડના સભ્યોની રેલી યોજવામાં આવી હતી.

 સ્વચ્છતા હી સેવામાં સૌની આ ભાગીદારી સ્વચ્છ ભારત પ્રત્યે લોકોની માનસિકતામાં લાંબાગાળાના પરિવર્તન લાવવામાં મદદ કરશે એવી શ્રદ્ધા રિલાયન્સ ફાઉન્ડેશન ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh