Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ તથા દાતાશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ
સુપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારિબાપુની પાવન નિશ્રામાં આજે ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિન નિમિત્તે તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ-જામનગરના ૬૮ માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતી વિશ્વ અહિંસા દિને જામનગર સ્થિત કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ આજે ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ મંગલ અવસરે વિવિધ કાર્યક્રમોનું કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ પ્રાંગણ, પટેલ કોલોની મેઈન રોડ, જામનગરમાં આજે સવારે આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી સાથે દાતાઓના આર્થિક યોગદાનથી આકાર પામેલ શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ, દાતાઓનો અભિવાદન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ રામ કથાકાર મોરારિબાપુની પાવન નિશ્રામાં સંસ્થાના મુખપત્ર ઋતમનો વિમોચન સમારંભ યોજવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીના સાંનિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમ અધ્યક્ષ દક્ષાબેન મહેતા, પ્રમુખ કરશનભાઈ ડાંગર તથા માનદ મંત્રીઓ હિરાબેન તન્ના અને સુચેતા ભાડલાવાળા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial