Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથ મંદિરની આજુબાજુ બુલડોઝર એક્શનના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં અરજી

પટણી મુસ્લિમ સમાજે તંત્ર સામે તિરસ્કારની કાર્યવાહી કરવા માંગણી કરીઃ

નવી દિલ્હી તા. રઃ સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર કાર્યવાહીનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. પટણી મુસ્લિમ સમાજે કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરી છે.

ગુજરાતના યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર તાજેતરના બુલડોઝરની કાર્યવાહીનો મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. પટણી મુસ્લિમ સમાજ સુપ્રિમ કોર્ટ પહોંચ્યો. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં સ્થિત અન્ય ઘણાં બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાના આદેશ પછી મોટાપાયે ડિમોલિશન થયું હતું. સુપ્રિમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ગુજરાતના ગીર સોમનાથમાં સદીઓ જુની મસ્જિદ, મકબરા અને મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા છે.

જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠ બુલડોઝર દ્વારા તોડી પાડવાના વિરોધમાં થયેલી અરજીઓની સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલતે દેશભરમાં તમામ ડિમોલિશન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા ગુજરાતમાં સોમનાથ મંદિરથી ૧.પ કિલોમીટરના અંતરે સરકારી જમીન પર આવેલા ગેરકાયદે બાંધકામોને શુક્રવારે મોડી રાત્રે દૂર કરવામાં આવ્યા હતાં. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ૧પ હેક્ટર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને તેની કિંમત ૬૦ કરોડ રૃપિયા હોવાનું કહેવાય છે.

ઉજ્જૈન કોરિડોરની જેમ સોમનાથમાં પણ એક કોરિડોર બનાવવાનો છે, જેના માટે કેન્દ્ર સરકાર તરફથી મંજુરી મળી ગઈ છે. સોમનાથ મંદિરના વિકાસ માટે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

આ પહેલા અન્ય કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે જાહેર અતિક્રમણ પર જ કાર્યવાહી કરવામાં આવશે. બુલડોઝરની કાર્યવાહી પર રાજ્યોને સૂચના આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે બુલડોઝર ન્યાયનો મહિમા બંધ કરવો જોઈએ. કાયદાકીય પ્રક્રિયા મુજબ જ અતિક્રમણ દૂર કરો.

સોલિસિટર જનરલે કહ્યું કે નોટીસ પછી જ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના પર જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર કરાયેલા ગેરકાયદે બાંધકામને યોગ્ય કાર્યવાહી સાથે તોડી પાડવાની મંજુરી આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh