Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનોનો ફિયાસ્કો!
અમદાવાદ તા. રઃ નવરાત્રિમાં પોલીસની ગાઈડલાઈન મુજબ રાત્રે ૧ર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની મંજુરીની છૂટ અપાઈ છે. સવારો સવાર ગરબા રમી શકાશે તેવો ઉલ્લેખ જ નહીં હોવાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલા નિવેદનોનો તેના જ તંત્રે ફિયાસ્કો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
વિવિધ શહેરોના પોલીસ તંત્રોએ જાહેર કરેલી માર્ગદર્શિકાઓમાં ગરબામાં રાત્રે ૧ર વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજુરી અપાઈ છે.અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસી ટીવી અને અગ્નિશામન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું પણ કાંઈક એવું જ છે.
નવરાત્રિ મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. વ્યવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વધુમાં વધુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરીટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કવા તાકીદ કરાઈ છે.
ગરબાના સ્થળોએ લોકોની સલામતી, મહિલા સુરક્ષા, ટ્રાફિકની જાળવણી ઉપરાંત કોઈપણ પદાર્થના સેવન કરીને આવેલી વ્યક્તિ અંદર પ્રવેશે નહીં તે સ્પષ્ટ કરવા એક-એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરી તેમના નામ-સરનામા અને મોબાઈલ નંબર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. એન્ટ્રી ગેટ ઉપર મેટલ ડીટેક્ટરવાળા પ્રવેશદ્વાર, બ્રેથ એનેલાઈઝર, ગરબાના પ્રવેશ અને રમવાના સ્થળોએ સીસી ટીવીની વ્યવસ્થા કરવાની રહેશે. કોઈ વ્યક્તિ બેગ કે અન્ય વસ્તુ લઈને આવે તો ચકાસણી કરવી અને તેને ટોકન આપીને જમા કરવી. ગ્રાઉન્ડ ઉપર લઈ જવા નહીં દેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.
ગરબામાં રમનાર અને જોનારા વચ્ચે મજબૂત બેરિકેડીંગ કરવા પણ આદેશ કરાયો છે. કોઈપણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેંચાણ કે વિતરણ કરવા નહીં. વીજળી ગુલ થાય તો જનરેટર કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી. સ્ટેજની મજબૂતાઈ માટે પીડબલ્યુડીનું પ્રમાણપત્ર મેળવવું. ગરબામાં ૧ર વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પૂરા કરવા સાથે સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. ગરબામાં દિવસ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખી વોચ ટાવરથી નજર રાખવી. કોઈ નેતા કે અન્ય વ્યક્તિ ઉશ્કેરણી ન સર્જે તેની તકેદારી લેવાની પણ સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial