Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેર ઠેર મોનીટરીંગ અને ચૂસ્ત બંંદોબસ્તઃ
ખંભાળિયા તા. રઃ આવતીકાલથી નવલા નોરતા શરૃ થઈ રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લામાં લોકો નિર્ભયતાથી નવરાત્રિ ઉજવી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા જિલ્લામાં નવરાત્રિ માટે લોકો મોડે સુધી નિર્ભયતાથી નવરાત્રિ શક્તિ પર્વનો આનંદ માણી શકે તથા બાળાઓ રાત્રે પણ નિર્ભયતાથી ગરબી છૂટ્યા પછી ઘેર જઈ શકે તે માટે ખાસ આયોજન ઈન્ચાર્જ પલીસવડા ડો. હાર્દિક પ્રજાપતિની આગેવાની-માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લામાં યોજાયું હતું.
ગઈકાલે દ્વારકા પરિસરમાં આ અંંગેની વિગતો આપતા ઈન્ચાર્જ પોલીસવડા ડો. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ૨૧૪ શેરી ગરબીઓ, ૭૧ જાહેર ગરબા મંડળો દ્વારા તથા બે ખાનગી ગરબીઓનું આયોજન નવરાત્રિ દરમિયાન થવાનું છે.
ગરબીના તમામ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દ્વારકાના નિયમો મુજબ લોકો શાંતિથી આયોજનપૂર્વક મોડે સુધી ગરબાનો આનંદ માણી શકે તે માટે જિલ્લામાં બે ડીવાયએસપી, આઠ પોલીસ ઈન્સ., ૧૬ પીએસઆઈ તથા ૨૦૦ પોલીસ જમાદારો, એએસઆઈ કોન્સ્ટેબલો તથા ૪૦૦ હોમગાર્ડઝ તથા જીઆરડીના જવાનોની વ્યવસ્થા ગોઠવાઈ છે.
જિલ્લામાં બાર શાંતિ સમિતિની બેઠકો પણ યોજાઈ છે તથા સીસીટીવી નેત્રમ, બોડી વોર્ન કેમેરા, ખાનગી સાદા ડ્રેસમાં મહિલા પોલીસ તથા પુરૃષ મહિલા પોલીસ તેમજ નેત્રમ દ્વારા ચેકીંગનં પણ આયોજન કરવામાં આવ્યું હોય. બાળાઓ ગરબીમાં આવે ત્યાંથી છૂટીને ઘેર જાય ત્યાં સુધી તમામ સ્થળે પેટ્રોલિંગ પોઈન્ટ સાથે ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવાઈ છે તથા તમામ સ્થળે જવાબદાર અધિકારીઓનું મોનીટરીંગ પણ ગોઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial