Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માળખાકીય સુવિધાઓ તથા વિકાસના પ્રોજેક્ટોના મહત્ત્વપૂર્ણ ઠરાવો પસારઃ
ખંભાળિયા તા. રઃ ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા ગત્ તા. ૪-૩-ર૦ર૪ ના યોજાયેલી તે પછી સત્તાધારી જુથના સદસ્યોના સંકલન ના થતા મિટિંગ યોજાતી ના હતી જે પછી સાત મહિના પછી રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી સંકલન થતા યોજાઈ હતી. જેમાં પ્રમુખ શ્રીમતી રચનાબેન મોહનભાઈ મોટાણીની અધ્યક્ષતામાં વીસેક સદસ્યોની ઉપસ્થિતિમાં ૩૯ ઠરાવોની એજન્ડાની તમામ આઈટમો મંજુર થઈ હતી.
ગત્ કારોબારી તથા સામાન્ય સભાને બહાલી, મુખ્યમંત્રીએ ખંભાળિયાને સ્પેશ્યલ ગ્રાન્ટેડ આપતા આભાર માનવો, ચોમાસામાં થયેલ પાણી પુરવઠા તથા સફાઈના ખાસ પર્વની બહાલી, ડોર ટુ ડોર કચરા કલેક્શનનું નવું ટેન્ડર બહાર પાડવું, રખડતા ઢોર માટે તથા મૃત પશુના નિકાલ માટે જિલ્લા તંત્ર પાસેથી જમીન મેળવવી, કચરાના પોઈન્ટ નક્કી કરવા તથા તેના નિકાલનું આયોજન, ગ્રાન્ટમાં આવેલા ડસ્ટબીનોનું વિતરણ કરવું, સેનિશેનના સાધનો ખરીદવા, ભંગારના માલસામાનની હરાજી કરવી, શહેરમાં હેરીટેજના કામો ચાલુ છે તેમાં ફેસ-ટુ ના કામો માટે સરકારમાં રજૂઆતો કરવી, પાલિકા કમિટી હોલમાં જરૃરી સાધનો ફર્નિચર વસાવવું, મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના ર૦૧૪-રપ માં કામો નક્કી કરવા, શહેરમાં પ્રવેશતા વેલકમ ગેઈટ પર ઈલેક્ટ્રોનિક બોર્ડ રાખવા, બાકી વીજબીલ ભરવા મ્યુનિ. ફાયનાન્સ બોર્ડમાંથી લોન લેવા, સોલાર પ્રોજેક્ટ લગાવવા, ઘી નદી પર રીવરફ્રન્ટ બનાવવા સરકારની મંજુરી મળી હોય તેમાં આગળ પ્રક્રિયા કરવા, ચાર રકસ્તા, હિન્દુ સ્મશાન વિ. સ્થળે પાણીના પાળ બનાવવા, ત્રણ સ્થળે યુરિનલ બ્લોક તથા બે સ્થળે ટોયલેટ બ્લોક બનાવવા, પાલિકા સદસ્યો દ્વારા આવેલ વિકાસ કાર્યોની રજૂઆતો મુજબ કામ કરવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં દીવાલો પર રંગરોગાન સાથે ભીતચિત્રો બનાવવા, સ્વચ્છ ભારત મિશન ૧.૦ ના કાર્યનું પ્રોજેક્ટ શરૃ કરવું, પાલિકા વિસ્તાર બહાર અશોક ઓઈલ મીલ કમ્પાઉન્ડમાં પાણીની લાઈન તથા પેવર રોડ બનાવવા, ખંભાળિયા-જામનગર રોડ પર ઓવરબ્રીજનું કામ અટકેલું છે તે તુરત ચાલુ કરવા, ભારે વરસાદને કારણે નુક્સાન થયેલ રસ્તાઓનું કામ કરવા વિગેરે ૩૯ મુદા મંજુર થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial