Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક મંદિરોમાં વિશેષ દર્શનનું આયોજન

નવરાત્રિ ઉત્સવ ઉજવવા માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ

ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી શરૃ થતાં આસો નવરાત્રિ ઉત્સવ માટે માઈ ભક્તોમાં ભારે થનગનાટ સાથે ખૂબ જ ઉત્સાહની લાગણી જોવા મળી છે.

દ્વારકા જિલ્લાના તમામ મુખ્ય શહેરોમાં ગરબા, કોડીયા, રંગબેરંગી લાઈટની બજારમાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે. તો નવ દિવસ અનુષ્ઠાન કરનારા ભાવિકો ઘટ સ્થાપન વિધિમાં લાગી ગયા છે.

દ્વારકા જિલ્લાના હર્ષદમાં હરસિદ્ધિ માતાજી કોયલો ડુંગરમાં રોજ સવાર-સાંજ મહા આરતીમાં તથા નવરાત્રિમાં વિશેષ દર્શન-પૂજનનું આયોજન થયું છે તો જોગવડ આશાપુરા માતાજીના મંદિરે પણ ખાસ સાયં આરતીમાં ભાવિકો જોડાય છે તો કલ્યાણપુરના ખાખરડામાં, ખંભાળીયામાં ખામનાથ પાસેના આશાપુરા માતાજી મંદિરે, ભાતેલના આશાપુરા મંદિરે, ભાણવડના ઘુમલીમાં આશાપુરા, સામુદ્રી માતાજી, ગાયત્રી મંદિર, ખંભાળીયામાં સરસ્વતી મંદિર, વારાહી માતાજી તથા ગાયત્રી ગરબા મંડળ દ્વારા વિશેષ આયોજનવાળા સીંધવી સિકોતર માતાજી, સુરજબા બહુચર માતાજી વિગેરે મંદિરોમાં નવરાત્રિ દરમિયાન ખાસ પૂજા-દર્શનના વિશેષ આયોજન થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh