Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર, રિલાયન્સ અને ભાજપ દ્વારા પૂરગ્રસ્તોને પહોંચાડાયા ફૂડપેકેટો

ધનરાજ નથવાણીએ મોકલ્યા ૧૦ હજાર ફૂડ પેકેજઃ ભાજપે ખોલ્યુ રાહત રસોડું

ખંભાળીયા તા. ૩૦: પૂર આશ્રીતોને ભોજન વ્યવસ્થા માટે ખંભાળીયા દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર, રિલાયન્સ ભાજપ દ્વારા ફૂડ પેકેટો વિતરણ કરાયું હતું, જ્યારે રાવલના કેટલાક લોકોને હોડી દ્વારા રેસ્ક્યૂ કરાયા હતાં. દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પાલિકા દ્વારા તથા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અનેક સ્થળે પુરમાં પરેશાન થયેલા આશ્રીતોને સલામત સ્થળે ખસેડાયા હોય તંત્ર દ્વારા તથા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ભોજન ફૂડ પેકેટોની વ્યવસ્થા કરાઈ હતી. દ્વારકા જિલ્લામાં દશ હજાર ફૂટ પેકેટોની વ્યવસ્થા રિલાયન્સના ધનરાજ નથવાણીએ કરીને વરસાદની સ્થિતિમા ગમે તે રીતે ખંભાળીયા પહોંચાડવા વ્યવસ્થા કરાવી હતી જેનું જિલ્લા તંત્રએ વિતરણ કરાવ્યું હતું તો ભાજપ દ્વારા પણ રસોડું શરૂ કરીને ફૂડ પેકેટો બનાવીને વિતરણ કરાયા હતા તો આશ્રીતો માટે જિલ્લા તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જામરાવલના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર દ્વારા હોડીઓની મદદથી બચાવકાર્ય કરાયું હતું તો જામરાવલમાં મોડી રાત્રે બે ગર્ભવતી મહિલાઓ તથા એક સ્ત્રી તથા એક ડોકટરને અને એક વૃદ્ધાને ખંભાળીયા ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કરીને બચાવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh