Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં આજે નહીંવત્ વરસાદઃ કાળિયા ઠાકરનો પાડ માનતા ભક્તો

ભકતો પે અપને હરયુગ મેં કરના યહ ઉપકાર કાન્હા, વિપદા કી વર્ષા મેં બનના ગિરધારી હરબાર કાન્હા...

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય હતી. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પરંતુ સૌથી મોટી સરકાર તો દ્વારકામાં બિરાજે છે. રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને ભકતો આફતથી બચાવવા પ્રાર્થના કરી રહ્યા હતાં. ત્યારે આજે સવારથી બપોર સુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીવત વરસાદ પડતા અને ઉઘાડ નીકળતા ભકતોએ કાળીયા ઠાકોરનો પાડ માન્યો હતો. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગિરધારી રૂપ ધારણ કરી ગોકુળવાસીઓને બચાવ્યા હતા એ જ રીતે આફતોની વર્ષાથી રક્ષણ કરવા ભકતો દ્વારકાવાસીઓ અને ભકતોએ ભગવાનને પ્રાર્થના કરી હતી. હાલારમાં અતિવૃષ્ટિમાં મોટી જાનહાનિ થઈ નથી તેને ભકતો દ્વારકાધીશની કૃપા સમાન ગણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh