Advertisement
Author: નોબત સમાચાર

વિભાપર-નથુવડલાના જળપ્રવાહમાં ફસાયેલા ચોવીસ લોકો સહિત ૪૦નું રેસ્ક્યુ કરાયું

અલગ-અલગ બે સ્થળેથી એસડીઆરએફ, એરફોર્સ-આર્મીની મદદથી

જામનગર તા. ૩૦: છેલ્લા ત્રણ દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડેપગે છે. પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, એમડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ર૪ જેટલા લોકોનું રેસ્ક્યુ સહિત ૪૦ નું રેસ્ક્યુ કરાયું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેક્ટર બી.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બે દિવસથી સતત કાર્યરત છે. એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તા. ર૭ ઓગસ્ટના પણ અલગ અલગ બે લોકેશન પરથી એરફોર્સ દ્વારા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ ૪૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ર૪ જેટલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આર્મીની બે ટીમ જામનગર જિલ્લામાં કાર્યરત છે. રાજકોટથી આર્મીની એક ટીમ અને એનડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી છે, જે લગભગ સાંજ સુધીમાં પહોંચી જવાની શક્યતાઓ છે. કોર્પોરેશન વિસ્તારમાં પણ ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોનું સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કુદરતી આફતને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh