Advertisement
Author: નોબત સમાચાર

રેલવે ટ્રેક તૂટતા દ્વારકા-ઓખા-મીઠાપુર વચ્ચેનો રેલસંપર્ક તૂટ્યોઃ વીજપોલ્સને નુક્સાન

દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી જનજીવન પ્રભાવિતઃ વીજપુરવઠો ખોરવાયો

મીઠાપુર તા. ૩૦: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતમાં પુષ્કળ વરસાદ થયો છે. હાલારમાં સતત પડેલા ભારે વરસાદના પગલે ચોમેર પાણી ભરાઈ ગયા છે. મીઠાપુર અને તેની આસપાસના વિસ્તારમાં સતત ત્રણથી ચાર દિવસથી વરસાદ પડતા સ્થિતિ ખૂબ જ ભયાવહ બની ગઈ છે ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.

મેઘ કહેરના પગલે દ્વારકા-ઓખા રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થઈ જતા મીઠાપુર-દ્વારકા-ઓખા વચ્ચેનો રેલ સંપર્ક તૂટી ગયો છે. ભારે પવન અને વરસાદના પગલે ઠેર-ઠેર વીજપોલને નુક્સાન થયું છે. પીજીવીસીએલની ધીમી કામગીરીના પગલે સૂરજકરાડી સહિતના વિસ્તારોમાં વીજળી આવી નથી. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત તમામ કંપનીઓના મોબાઈલ નેટવર્ક જામ થઈ જતા લોકોને એકબીજાનો સંપર્ક કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. દ્વારકા-ઓખા ધોરીમાર્ગ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, તેમજ ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh