Advertisement
Author: નોબત સમાચાર

અગમ્ય કારણથી ઝેરી દવા પી લેનાર નગરના યુવતીનું સારવારમાં થયું મૃત્યુ

વિષપાનનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. ૩૦: જામનગરના પંચશીલનગરમાં વસવાટ કરતા એક વણકર યુવતીએ ગયા શુક્રવારે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણથી વિષપાન કરી લીધુ હતું. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કારણ જાણવા તપાસ આદરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા પંચશીલ નગરની શેરી નં.૧માં રહેતા દર્શનાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.રર) નામના યુવતીએ ગયા શુક્રવારે રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પીધી હતી.

તેની જાણ થતાં પરિવારના અન્ય વ્યક્તિઓએ દર્શનાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ યુવતીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું ડો. એન.આર. રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh