Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છ પર રચાયેલુ ડીપ ડીપ્રેશન દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધ્યુઃ પાકિસ્તાને કર્યુ છે નામકરણ
નવી દિલ્હી તા. ૩૦: છેલ્લા ચાર દિવસથી ગુજરાત પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે ચક્રવાત અસનાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. રાજ્ય વધુ એક દુર્લભ હવામાન ઘટનાનો સામનો કરવા જઈ રહ્યું છે, જે ૮૦ વર્ષમાં ચોથી વખત બનવા જઈ રહ્યું છે.
જો કે આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડી શકે છે. કચ્છમાં વાવાઝોડાની ગઈરાત્રે અસર જોવા મળી હતી. જોરદાર પવન ફુંકાયો હતો. સાવચેતીના પગલા સ્વરૂપે વીજ પુરવઠો બંધ કરાયો હતો, તેમ સુત્રો જણાવે છે. આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની અને ઓમાનના કિનારા તરફ આગળ વધવાની મજબૂત આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દરિયાઈ વિસ્તારોમાં ૬૦-૬પ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા જણાવાઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છ પર રચાયેલ ડીપ પ્રેશર એરિયા પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી શકે છે અને ચક્રવતી તોફાનમાં ફેરવાય તેવી શકયતા છે હવે જ્યારે તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે ત્યારે તેનું અસના રાખવામાં આવશે. જો કે, અસના નામ પાકિસ્તાને આપ્યું છે.
સત્તાવાર માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ગુજરાતના ર૦ તાલુકાઓમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છના માંડવી તાલુકામાં સવારે ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં ૧૦૧ મીમી વરસાદ નોંધાયો હતો. આઈએમડી એ આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને સ્થાનિક વહીવટી તંત્રની સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એક સાથે હાજર છે. રાજ્યના સૌથી વધુ પુરગ્રસ્ત વિસ્તારો, વડોદરા, દ્વારકા, જામનગર, રાજકોટ, અને કચ્છમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનો ખતરો છે. ચક્રવાતી વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવા લાગી છે. ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે. આજે અને આવતીકાલે ૩૧ મી ઓગસ્ટે જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ૬પ થી ૭પ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તાજેતરમા બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે.
આઈએમડીના આંકડા મુજબ આ વર્ષ ૧ જૂનથી લઈને ર૯ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ૭૯૯ મીમી વરસાદ પડ્યો છે. જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે ૪૩૦.૬ મીમી વરસાદ પડે છે. આ સમયગાળામાં સામાન્યથી ૮૬ ટકા વધુ વરસાદ પડ્યો છે તેમજ વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શકયતા છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે તેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. તેમજ ઓમાનના દરિયાકાંઠે ર સપ્ટેમ્બરે વાવાઝોડું ટકરાશે. તેમાં ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial