Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા અને સેક્રેટરી મૂકેશ પંડ્યા ખડે પગે
ખંભાળીયા તા. ૩૦: દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે લોકોના રેસ્કયૂ સ્થળે રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સચીવ મુકેશ પંડ્યા સહિત ખડેપગે રહ્યા છે. જ્યારે જિલ્લામાં રાહત-બચાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક સ્થળે રેસ્કયૂ કરાયા હતા તથા સ્થાનિક તંત્ર આર્મીની ટુકડીઓ તથા ફાયર સ્ટાફ દ્વારા અનેક સ્થળેની લોકોને બચાવાયા હતાં.
દ્વારકા શહેરની બાજુમાં આવેલા આવડપરા વિસ્તારમાં એનડીઆરએફની ટીમ દ્વારા ૧ર પુરૂષો, નવ મહિલા અને પાંચ બાળકોને બોટ તથા લાઈફ જેકેટની મદદથી બચાવાયા હતાં.
જામરાવલ વિસ્તારમાં હોડીની મદદથી આર્મીની ટુકડીઓ દ્વારા વીસ વ્યક્તિઓને બચાવાયા હતા તો ખંભાળીયામાં ખામનાથ પાસે વાયકેજીએન તથા શિવમ સોસાયટીમાંથી પણ ૩પ જેટલા લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. દ્વારકા બંદર પાસેના વિસ્તારોમાંથી પણ ૧પ વ્યક્તિઓના રેસ્કયૂ પ્રાંત અધિકારી હિતેશ ભગોરા દ્વારા કરાયું હતું. ખંભાળીયા ગુલાબનગર ટેકરી વિસ્તારમાંથી પણ પ૦ ને સલામત સ્થળે ખસેડાયા હતાં.
દ્વારકાના દરિયામાં એક બોટમાં ૧૩ ખલાસીઓ વરસતા વરસાદમાં ફસાયા હતાં જેથી કોસ્ટગાર્ડ નેવી દ્વારા ખાસ આગબોટથી રેસ્કયૂ કરીને ૧૩ ખલાસીઓને બચાવ કરાયો હતો તો ભારે વરસાદથી પંચાયત શહેરના ૩૭ રસ્તા બંધ થઈ ગયા હતાં.
વીજ પુરવઠો ખોરવાઈ જતાં તથા ઈન્ટરનેટ સેવાઓ વાઈફાઈ બંધ રહેતા ટીવી મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ ગયા હતા. બીએસએનએલ, જીયો, એરટેલ સહિતની ફોન સેવાનો બંધ થઈ ગઈ હતી વોડાફોન ટુકડે ટુકડે ચાલતું હતું. તો જીટીપીએલ, એરટેલ સહિતની બ્રોડબેન્ડ સેવાઓ બંધ થઈ જતાં ટીબી બંધ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બજારોમાં પણ બંધની સ્થિતિ હોય શાકભાજી માર્કેટ બંધ જેવી સ્થિતિમાં હોય લોકો જીવન જરૂરી ચીજો માટે પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો ગઈકાલે વર્તમાન પત્રો પણ રસ્તો બંધ હોય આવ્યા ન હતા તો પાણી વિતરણ પણ ત્રણ દિવસથી બંધ રહ્યું હતું તો રસ્તાઓ બંધની સ્થિતિ થઈ ગઈ હતી તથા શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતાં.
રેકોર્ડરૂપ પાણી ભરાયા
ખંભાળીયામાં રામનાથ મંદિર પાસેના પૂલ ઉપર પહેલી વખત પાણી ભરાયા હતા તો સ્મશાનના તમામ ખાટલા પાણીથી ભરાઈ ગયા હતા તો શહેરમાં નગરગેઈટ, જોધપુર ગેઈટ, નવાપરા, ગોવિંદ તળાવ, શિવમ સોસાયટી, મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો કયારેય ના ભરાયા હોય તેવા પાણી ભરાતા પશુ પક્ષીઓની દયાજનક સ્થિતિ થઈ હતી. અનેક પશુઓ ત્રણ દિવસ ભારે વરસાદ તથા ઠંડીના અને ખોરાક ના મળતા મૃત્યુ પામ્યાની ઘટના પણ અનેક બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial