Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃક્ષ માથે પડતા ગર્ભવતી મહિલાનું મૃત્યુઃ
ભાણવડ તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં અવિરત અતિ ભારે વરસાદ પડતાં ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભાણવડ તાલુકામાં ૬ર૮ મીમી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે અને તેજ પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભાણવડ શહેર તથા તાલુકાના નવાગામ, ફતેપુર, કૃષ્ણગઢ, શીવા વગેરે ગામોમાંથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
નુંદા ગામે એક વૃક્ષ તૂટી પડતા અને ગર્ભગવતી મહિલા ઉપર પડતાં આ પરપ્રાંતિય મહિલાનું મૃત્યું નિપજ્યું હતું. ભાણવડ પંથમાં અનેક વીજ થાંભલાઓ તૂટી પડતા વીજતંત્રના મોટાભાગના ફીડરો બંધ થયા છે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
વર્તુ-ર ડેમના ૧૩ દરવાજા ખોલાયા
ભાણવડ નજીકના વર્તુ-ર ડેમમાં પાણીની વિપુલ આવક ચાલુ રહેતા ડેમના ૧૩ દરવાજા ચાર ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા હેઠવાસના વિસ્તારના લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial