Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સફાઈના અભાવથી ઠેર-ઠેર ગંદકીના ગંજ યથાવત્

મુખ્યમંત્રીની સૂચનાનો પણ ઉલાળ્યોઃ

જામનગર તા. ૩૦: જામનગરમાં વરસાદી તારાજી પછી ચોતરફ કચરાના ઢગલા યથાવત્ પડ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી સફાઈ બાબતે સૂચના આપી ગયા, પરંતુ જામનગર મહાનગરપાલિકાના નિંભર તંત્રને તેની કોઈ અસર થવા પામી નથી.

પાછલા ત્રણેક દિવસમાં જામનગરમાં ભારે વરસાદથી શહેરની હાલત કફોડી બની છે. શહેરના અનેક વિસ્તારોમાં બે-ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. હવે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે, જો કે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જે તંત્રની સદંતર નિષ્ફળતા દર્શાવે છે. પ્રશ્નની ગંભીરતાને લઈને ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. અહિં તેમણે સ્થાનિક અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક યોજી હતી અને ખાસ કરીને રોગચાળો ફેલાય નહીં તે માટે સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી, પરંતુ મુખ્યમંત્રીની સૂચનાનું પણ ધોવાણ થઈ ગયું હોય તેમ આજે સવારે જામનગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા-ઝાડના પાંદડા, ડાળીઓ જોવા મળી છે.

સફાઈ કામગીરી ક્યાંય નજરે ચઢતી નથી. બે દિવસ પહેલા 'સેવા'ના ફોટા પડાવનારા નેતાઓ પણ ક્યાંય દેખાતા નથી. જાણે પૂરમાં તણાઈ ગયા હોય તેમ ગાયબ થઈ ગયા છે. આમ ભ્રષ્ટ નેતાઓની સિસ્ટમનો ભોગ નગરની જનતા બની રહી છે તેમ જોવા મળી રહ્યું છે.

વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુર થયા છે, તો એ પૈસા ક્યાં ગયા? આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી-કાદવ ભરાયેલા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh